Pages

Monday, June 20, 2011

એક દાગ રહી ગયો....

પળો ની પળોજણ માં એક યુગ વીતી ગયો,
અરમાનો ના દીપક ઓલવતા હું શીખી ગયો....

નહિ હોય યાદ તને ક્યારે મળ્યા હતા આપણે,
મેં ભૂલવાનો ડોળ કર્યો, તું સાચે ભૂલી ગયો....
...
ગયો એકવાર જલાવવા પત્રો બધા જ તારા,
હજી યાદ છે એ તણખો, જે ઝાકળ બની ગયો....

હશે ચાંદ પણ મારી જેમ અણીશુધ્ધ ક્યારેક,
કોઇ સ્પર્શી ગયું અને બસ એક દાગ રહી ગયો....!!!!

કિનારે કિનારે........

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોંઘમ ઇશારે ઇશારે
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતાં જશો તો, થતી રહેશે ઇચ્છા વધારે વધારે.

Sunday, June 19, 2011

શિખામણ......

સમજણ" વગર કોઇ ને પસંદ ના કરો.,
ના સમજ મા કોઇને ગુમાવી પણ ના દો.,
ગુસ્સો શબ્દ માં હોય છે, દિલમા નહી.,
એમા સબંધ મા પ્રુણૅ વિરામ મુકી ના દેશો.....

આપણે બે જ હોઇશુ.....

ભલે ઝગડીએ, ક્રોધ કરીએ,
એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.

...હું રીસાઈશ તો તું મનાવજે,
તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.

હુ ગુજરાતી

હું ગુજરાતી, હું ગુજરાતી મારી નાત ગુજરાતી,
મારી જાત ગુજરાતી, મારો ધર્મ ગુજરાતી,
મારા સંસ્કાર ગુજરાતી, પુજા પાઠ મા હુ બ્રાહ્મણ જેવો,
વેપારમાં હું વાણિયા જેવો, બુધ્ધિ માં હુ લુહાણા જેવો, 
સાન મારી પટેલ જેવી, અહિસામાં હું ગાધી જેવો,
ભક્તિમાં હું નરસિહ મહેતા જેવો,
તાકાત મારી સરદાર પટેલ જેવી.....

= ફેસબુક પેજ "હુ ગુજરાતી" માથી સાભાર......

_____ વગર...

ટોચની આ કલ્પના ક્યાં તળ વગર
શક્યતા ક્યાં વૃક્ષની કુંપળ વગર
છાપ સિક્કાની મને બંને ગમે
માત્ર તું એને ઉછાળે છળ વગર.......

સાધુ બન્યો......

સાધુ બન્યો છે મોજ મનાવવા, આશ્રમ બનાવ્યા હોટલ જેવા,
દેખાવ કરે છે સન્યાસી જેવા, ભગવાન સાથે નથી લેવા દેવા.
સાધુ બની વૈભવ વધાર્યો, કદી ન લિધો હાથમાં એક તારો,
સાધુના વેશમાં હોય ધુતારો, સાધુ કરતાં તો સંસારી સારો
સાધુ બનીને શોખ વધારે, સમાજ ને એ શું સુધારે,.....?